Site icon Time News

ગોધરામાં મોટી બબાલ, ટોળાએ કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ, પોલીસના ધાડેધાડા ઉતર્યા રસ્તા પર

 ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો સર્જાયો હતો, જયાં એક સમુદાયના લોકોનું  ટોળું એકત્રિત થતુ જોવા મળ્યું. સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે નવરાત્રિ જેવા સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે સ્ટેશને બોલાવ્યો હતો.

આ અંગે વિગતે વાત કરીએ તો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, ગોધરા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જોકે, ગેરસમજને કારણે એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું.

આ ટોળાએ ભારે હોબાળો મચાવ્યો અને ચોકી નંબર ચાર પાસે તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. સ્થિતિ વધુ ન વણસે તે માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસ દ્વારા  ઈન્ફ્લુએન્સર દ્વારા વાયરલ કરાયેલા એક વિડિયો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. શાંતિ જળવાય તે માટે મોડી રાત્રે ધાર્મિક આગેવાનો તથા સમાજના અગ્રણીઓ સાથે પોલીસ મથકે બેઠક યોજાઈ હતી.

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મોડી રાત્રે ધર્મગુરુઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી. પોલીસે આખી રાત ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું. હાલ, પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો, અમદાવાદના અડાલજ નજીક બર્થડે મનાવવા ગયેલા યુવકની કરાઈ હત્યા, યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version