Site icon Time News

MLA હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા, બીજા પણ રોચક બનાવ બન્યાં, જુઓ મજા આવી જશે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને ગાંધીનગર સ્થિત સચિવાલય પહોંચ્યા હતા. તેમની સાથે પાર્ટીના કાર્યકરો પણ બેનરો સાથે વિરોધ નોંધાવવા હાજર રહ્યા હતા. બજેટમાં ખેડૂતો અને સામાન્ય વર્ગ માટે પૂરતી જોગવાઈ ન હોવાનો આક્ષેપ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોવા છતાં બહાર રાજકીય હલચલ જોર પકડી રહી છે.

15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રના ચોથા દિવસે ગૃહકાર્ય ચર્ચાસભર રહેવાની સંભાવના છે. દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ, જેમાં નાણાં, શહેરી વિકાસ, શિક્ષણ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગોને લગતા પ્રશ્નો ઉઠવાની શક્યતા છે. રાજ્યની આર્થિક સ્થિતિ, શહેરોમાં વધતી સુવિધાઓ, શિક્ષણક્ષેત્રના સુધારા અને રેશનિંગ વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા હાથ ધરાશે, જેમાં સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ રજૂ કરશે અને વિપક્ષ પ્રશ્નો ઉઠાવશે.

વિધાનસભા સત્ર વચ્ચે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. નવા નીતિગત નિર્ણય લેવાઈ શકતા ન હોવા છતાં રાજ્યના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવનારા સાણંદ કાર્યક્રમની તૈયારીઓ, સુરક્ષા અને સંકલન અંગે ચર્ચા થઈ. સાથે જ ખેડૂતોને ટેકાના ભાવ (MSP) હેઠળ પાક ખરીદી, ભંડાર વ્યવસ્થા અને સમયસર ચૂકવણીની સ્થિતિ અંગે કૃષિ વિભાગ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

દિવસ દરમિયાન લઘુમતી કલ્યાણ, માતા-પિતા અને આશ્રિતોનું ભરણપોષણ, લગ્ન નોંધણી સુધારા તેમજ સર્વધર્મ સદ્ભાવ સંબંધિત બિન-સરકારી વિધેયકો રજૂ થવાના છે. ઉપરાંત આરોગ્ય, રોજગાર અને વ્યસનમુક્તિ જેવા મુદ્દાઓ સાથે જોડાયેલા વિધેયકો પણ ચર્ચા માટે મુકાયા છે. સામાજિક અને ધાર્મિક વિષયો પર સભ્યોના મંતવ્યો સ્પષ્ટપણે સામે આવી શકે છે. એકંદરે આજનો દિવસ વિધાનસભામાં નીતિગત, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાનો સાક્ષી બનશે. જે રાજ્યની આવનારી દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો : આવકના પ્રમાણપત્ર માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં, જાણો હવે કઈ રીતે મળશે

Exit mobile version