Site icon Time News

રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ આપ્યું રાજીનામું, પંજાબના રાજકરણમાં મોટી ભૂમિકા મળવાના એંધાણ

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ રાજીનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવનીત સિંહ બિટ્ટુ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે. પાર્ટી તેમને ચૂંટણીમાં કોઈ મહત્વની ભૂમિકા સોંપી શકે છે અથવા તો તેઓ પોતે પણ કોઈ મહત્વની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. રવનીત સિંહ બિટ્ટુને કેન્દ્રીય મંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરીને પંજાબના રાજકારણમાં સક્રિય કરવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી.

Exit mobile version