
દાહોદ મનરેગા કૌભાંડમાં ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરાઇ છે. આ બધાની વચ્ચે મંત્રી બચુ ખાબડના બે દિકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું છે. આ સાથે મંત્રી બચુ ખાબડ વિસ્તારમાં જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું ટાળ્યું છે. આ તરફ ગાંધીનગર ખાતે કાર્યાલયમાં પણ મંત્રીનું ખાબડની અનુપસ્થિતિ જોવા મળી રહી છે.
દાહોદમાં પુત્રએ કરેલા મનરેગા કૌભાંડ પર મંત્રી બચુ ખાબડ ગાયબ થયા છે. આ તરફ રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે. લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ પુત્રના કૌભાંડ પર બોલવાનું ટાળ્યું છે. આ તરફ મંત્રીના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે.દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, ગરીબોના હક પરત ભાજપના મંત્રીના પુત્રએ જ તરાપ મારી છે. સરકારમાં મંત્રી હોય અને કૌભાંડમાં સામેલ હોય તો યોગ્ય તપાસ થાય ? આ સાથે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલ મંત્રી બચુ ખાબડને જવાબદારીમાંથી મુક્ત કરે તેવી કોંગ્રેસની માંગ છે. આ સાથે આદિવાસી વિસ્તારમાં તપાસ થાય તો અનેક કૌભાંડ થયા છે તે બહાર આવશે તેવું નિવેદન મનીષ દોશીએ આપ્યું છે.
મનરેગાના વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 25 એજન્સીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં દેવગઢબારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.
આ પણ વાંચો, Surat: સુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપ, BJPના મહામંત્રીએ મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું
