
નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રોના સમયમાં મોડી રાત સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગરબા રસિકોને અને મેટ્રોનો ઉપયોગ કરતાં મુસાફરોને સરળતાથી રાત્રિના સમયે અવરજવર કરવામાં મદદ કરશે.
- તારીખ: ૨૬ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી
- નવો સમય: રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી.
- આ સમયગાળા દરમિયાન, રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી, દરેક મેટ્રો સ્ટેશન પરથી દર ૩૦ મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.
રૂટ મુજબ મેટ્રો સેવાઓ
૧. વસ્ત્રાલ ગામ – થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર):
- રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી.
- છેલ્લી ટ્રેન વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ બંને સ્ટેશનો પરથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યે ઉપડશે.
૨. કોટેશ્વર રોડ – એ.પી.એમ.સી. (નોર્થ-સાઉથ કોરિડોર):
- રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી.
- છેલ્લી ટ્રેન કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. બંને સ્ટેશનો પરથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યે ઉપડશે.
૩. મોટેરા સ્ટેડિયમ – સેક્ટર-૧, ગાંધીનગર:
- મોટેરાથી સેક્ટર-૧: રાત્રિના ૧૦:૦૦, ૧૧:૦૦, ૧૨:૦૦, ૧:૦૦ અને ૨:૦૦ વાગ્યે ટ્રેન મળશે.
- સેક્ટર-૧થી મોટેરા: રાત્રિના ૧૦:૦૦, ૧૧:૦૦, ૧૨:૦૦ અને ૧:૦૦ વાગ્યે ટ્રેન મળશે.
- મોટેરા સ્ટેડિયમથી છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યે ઉપડશે.
- સેક્ટર-૧થી છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના ૧:૦૦ વાગ્યે ઉપડશે.
ખાસ ટિકિટ અને નિયમો
- લંબાયેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે રૂ. ૫૦ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.
- આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ હશે.
- આ ટિકિટનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે કરી શકાશે.
