Site icon Time News

આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા વિસ્તારમાં થશે મેઘમહેર

હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી આગામી સમયમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

કચ્છ, જામનગર, દ્વારકા , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર,રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

Exit mobile version