Site icon Time News

Weather update: ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવનું એલર્ટ

એપ્રિલ મહિનો શરૂ થતાજ ગરમીમાં પણ વધારો થયો છે.. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ ઉંચે જશે.. અત્યારે જ ગરમી સહન કરવી મુશ્કેલ પડી રહી છે.. તો આગામી દિવસોમાં શું સ્થિતિ થશે તે કહેવું મુશ્કેલ છે.. હવામાન ખાતાએ આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે.

હવામાનખાતા દ્વારા આગામી 9 તારીખ સુધી હીટવેવની આગાહી કરાઈ છે. આજે કચ્છમાં રેડ એલર્ટ અને રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે..

રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં તાપમાન વધારે ઉંચે ગયુ છે… ભુજમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા દર્શાવાઇ રહી છે. હાલ ભૂજમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે.

આ પણ વાંચો, S Jaishankar: શું ટેરિફનુ સંકટ ટળી જશે? એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે કરી વાટાઘાટો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version