Site icon Time News

મેઘાણીનગર પોલીસે કોઈ કસર ના છોડી! 4 વર્ષની માસૂમ સાથે અડપલાં કરનાર 72 વર્ષીય નરાધમ વિરુદ્ધ માત્ર 100 કલાકમાં 250 પાનાની ચાર્જશીટ ફાઇલ

 ગત 10 જુલાઈ 2026 ના રોજ મેઘાણીનગર વિસ્તારમાં 72 વર્ષીય નરાધમ નંદલાલ ઉર્ફે નંદુભાઈ મગનભાઈ આસવાનીએ 4 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી અત્યાચાર ગુજાર્યો હતો. આ ગંભીર  બનાવની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. દેસાઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા પીઆઈ એ પીડિત બાળકીને વિશ્વાસમાં લઈ, તેની પાસેથી વિગતો જાણી ફરિયાદ નોંધી હતી. ગુનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમાં જ એટલે કે 10 જુલાઈએ સાંજે 4:30 વાગ્યે જ આરોપી નંદલાલ ઉર્ફે નંદુભાઈ મગનભાઈ આસવાની ધરપકડ કરી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 72 વર્ષીય નંદલાલ ઉર્ફે નંદુભાઈ મગનભાઈ આસવાનીને સખતમાં સખત સજા મળે અને આરોપી પર કાયદાકીય ગાળિયો મજબૂત બને તે માટે મેઘાણીનગર પોલીસે કોઈ કસર છોડી ન હતી અને એડી ચોટી નું જોર લગાવી ને પીઆઈ વી.કે. દેસાઈના નેતૃત્વમાં 3 PSI સહિત 12 પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમના દ્વારા ચાર્જશીટ બનાવવા ની શરૂ કરી હતી. 

ઘટના સ્થળનું ઝીણવટભર્યું પંચનામું
મેઘાણીનગર પોલીસ સામે સૌથી મોટો પડકાર હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બંદોબસ્ત અને રજાના દિવસો આમ છતાં પોલીસે અસારવા સિવિલ હોસ્પિટલમાં બાળકીનું તત્કાલિક મેડિકલ પરીક્ષણ કરાવ્યું , ભોગ બનનાર અને આરોપી બંનેના બ્લડ સેમ્પલ તેમજ DNA નમૂનાઓ મેળવી સમયમર્યાદામાં FSL કચેરી મોકલી અપાયા. સાયન્ટિફિક ઓફિસરની હાજરીમાં જ ઘટના સ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરવામાં આવ્યું. 

ચાર વર્ષીય ભોગ બનનાર બાળકીને ન્યાય મળે તે માટે કોર્ટ સમક્ષ કલમ 183 મુજબ બાળકીનું અને અન્ય સાક્ષીઓના નિવેદનો નોંધાવવામાં આવ્યા. પોલીસે અંદાજે 250 થી વધુ પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે જેમાં ચાર્જશીટમાં 30 જેટલા સાક્ષીઓના નિવેદનો, 10 જેટલા પંચોની જુબાની, મેડિકલ પુરાવા, અને FSL રિપોર્ટ્સ સામેલ કરવામાં આવ્યા છે. તમામ સાંયોગિક અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરીને પોલીસે ગુનો નોંધાયાના માત્ર 100 કલાકમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે ત્યારે આવનારા સમય માં કોર્ટમાં પણ કેસ ઝડપી ચાલી આરોપી નંદલાલ ઉર્ફે નંદુભાઈ મગનભાઈ આસવાની ને કડક માં કડક સજા કોર્ટ દ્વારા સંભળાવવા માં આવે એ માટે ઝડપી કેસ ચાલે એ માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.

Exit mobile version