Site icon Time News

Ahmedabad: અમદાવાદનું ગ્વાલિયા સ્વીટ્સ ફરી વિવાદમાં, છોલે-ભટૂરેમાંથી નીકળ્યા 2 વંદા

શહેરના જાણીતા ગ્વાલિયા સ્વીટ્સનું પ્રહલાદનગર સ્થિત આઉટલેટ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. એક ગ્રાહકે ઓનલાઈન ઓર્ડર કરીને મગાવેલા છોલે ભટૂરેમાંથી વંદા નીકળ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને ગ્વાલિયા સ્વીટ્સને દંડ ફટકાર્યો છે.

આ ગંભીર આક્ષેપો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા છે. આરોગ્ય વિભાગની ટીમે ગ્વાલિયા સ્વીટ્સના પ્રહલાદનગર આઉટલેટ પર તપાસ હાથ ધરી અને સ્વચ્છતા અંગે જરૂરી કાર્યવાહી કરી. આરોગ્ય વિભાગે ગ્વાલિયા સ્વીટ્સને ₹૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

બીજી તરફ, ગ્વાલિયા સ્વીટ્સના પ્રહલાદનગર આઉટલેટના મેનેજર શંકરભાઈ પ્રજાપતિએ આ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહકે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમણે ગ્રાહકને અન્ય ફૂડ આપવાની તૈયારી સાથે પોતાના માણસને ગ્રાહક પાસે મોકલ્યો હતો. જોકે, મેનેજરનો દાવો છે કે, ગ્રાહકે કથિત વંદાવાળું કન્ટેનર કે પાર્સલ પરત કર્યું નથી.

મેનેજર શંકરભાઈ પ્રજાપતિએ વીડિયોમાં દેખાતી કથિત જીવાત અંગે પણ સ્પષ્ટતા કરી. તેમણે દાવો કર્યો કે, વીડિયોમાં જે વસ્તુ જીવાત જેવી દેખાય છે તે ખરેખર છોલે બનાવતી વખતે તેમાં નાખવામાં આવતી મોટી ઈલાયચી (કાળા એલચો) છે અને તે વંદા નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, કોર્પોરેશનની ટીમે ગઈકાલે તેમના આઉટલેટ પર ચેકિંગ કર્યું હતું, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરાયું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version