Site icon Time News

Operation Sindoor: કોંગ્રેસે જયશંકર પર લગાવ્યા આરોપ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, કહ્યું – ઓપરેશન સિંદૂરની જાણકારી…

પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ અંગે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના એક નિવેદનને ટાંકીને કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના પગલે રાજકીય વિવાદ સર્જાયો છે. વિદેશ મંત્રાલયે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે (૧૭ મે, ૨૦૨૫) એક ખાનગી ન્યૂઝ ચેનલના વીડિયોનો ઉલ્લેખ કરીને વિદેશ મંત્રી એસ. જયશંકરના કથિત નિવેદનના આધારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, “આપણા હુમલાની શરૂઆતમાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો. વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે આ કર્યું હતું.” તેમણે એમ પણ પૂછ્યું કે આને કોણે અધિકૃત કર્યું અને આના પરિણામે આપણી વાયુસેનાએ કેટલા વિમાન ગુમાવ્યા.

આ દરમિયાન, કોંગ્રેસના અન્ય એક સાંસદ જયરામ રમેશે X પર પોસ્ટ કરીને વિદેશ મંત્રી એસ. જયશંકરના રાજીનામાની માંગ કરી. તેમણે આરોપ લગાવ્યો કે, વિદેશ મંત્રીએ તેમના નિવેદન દ્વારા ભારત સાથે દગો કર્યો છે. કોંગ્રેસના નેતાઓનો મુખ્ય આરોપ એ હતો કે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થાય તે પહેલાં પાકિસ્તાનને તેની જાણકારી આપી દીધી હતી.

આ પણ વાંચો, ISROનું EOS-09 મિશન અધૂરું રહ્યું, ટેકનિકલ ખામીને કારણે રોકેટ ત્રીજા તબક્કાને પાર કરી શક્યું નહીં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version