Site icon Time News

અમદાવાદમાં ફરી ઝડપાયું MD ડ્રગ્સ, લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત

ગુજરાત ATSએ અમદાવાદના લાલ દરવાજા પાસેથી રૂ. 27 લાખના MD ડ્રગ્સ સાથે ડ્રગ્સ પેડલર ફરજાન શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અગાઉ પણ 20 કિલો જેટલા ચરસ સાથે પોલીસના હાથ ઝડપાઇ ચૂક્યો છે. પોલીસ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આ ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાવાના સમાચાર આવતા રહે છે. સાથે સાથે ડ્રગ્સના અવૈધ કારોબાર સામે પોલીસની કડક કાર્યવાહી સતત ચાલતી રહેતી હોય છે. તેવામાં અમદાવાદમાંથી ગુજરાત ATS દ્વારા 27 લાખના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.   

Exit mobile version