Site icon Time News

દિલ્હીના માલવીય નગરમાં એક હોટલમાં ભયંકર આગ લાગી, 20 લોકો જીવતા ભૂંજાયા, જીવ બચાવવા લોકોએ ભૂસકા માર્યા

રાજધાની દિલ્હીના માલવીય નગરમાં બુધવારે એક હોટલમાં આગ લાગવાના મોટી દુર્ઘટના સર્જાઈ છે અને આ ભીષણ આગમાં અત્યાર સુધીમાં 20 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી છે. 37 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે.  અધિકારીઓના જણાવ્યાં મુજબ ફાયર વિભાગને સવારે લગભગ 9 વાગે આગની જાણકારી મળી. ત્યારબાદ આગ બુઝાવવા માટે ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એએનઆઈએ જણાવ્યું કે આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે. 

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ દિલ્હી ફાયર સેવા (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે લેમન ગ્રીન રેસ્ટોરામાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે શરૂઆતના પગલા તરીકે બે વોટર ટેન્ડર, બે વોટર બાઉઝર, એક ક્વિક રિસ્પોન્સ ગાડી અને આગ બુઝાવનારા અન્ય યુનિટ મોકલવામાં આવ્યા. 

માલવીય નગરના પૂર્વ આમ આદમી પાર્ટી ધારાસભ્ય સોમનાથ ભારતીએ કહ્યું કે, આજે સવારે 8 વાગે શોર્ટ સર્કિટના કારણ આગ લાગી. આગ રસોડા સુધી પહોંચી અને ત્યારબાદ ઉપરના માળો સુધી ફેલાઈ. હું પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ છું. ગેસ અને ધુમાડાના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. દિલ્હી સરકાર આ મામલે પીડિતોને 1 કરોડનું વળતર આપે તેવી માંગણી કરીએ છીએ અને મામલાની તપાસ પણ હાથ ધરે. 

શરૂઆતમાં એવા સમાચાર આવ્યા કે ફાયરકર્મીઓએ ઈમારતના બેઝમેન્ટમાંથી 3 લોકોને બચાવ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આગ લાગવાના કારણ વિશે હજુ કશું જાણવા મળ્યું નથી. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાંથી દીપડાની ખાલ જપ્ત; હકીકત જાણવા ખાલ દહેરાદૂનની ફોરેન્સિક લેબમાં મોકલાશે!

Exit mobile version