Site icon Time News

Rajkot: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

રાજકોટથી થોડે દૂર નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે.  નાકરાવાડી ગામ પાસે આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. હાલ તો આગને કાબૂમાં લેવા માટે  ચાર જેટલા ફાયર ફાઈટર રાજકોટથી રવાના  થયા છે.  અંદાજે સવારે 9:30 વાગ્યાની  આસાપાસ આગ લાગવાની ઘટના બની હતી. 

રાજકોટથી ફાયર બ્રિગેડ રવાના કરાયા

ગોપાલ નમકીન બાદ વધુ એક નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે.  નમકીન  કંપનીમાં આગની ઘટના બની છે.  KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા રાજકોટથી ફાયર બ્રિગેડ રવાના કરાયા છે.  4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.  

નમકીન ફેક્ટરી આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગી તે સમયના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ છે. અહેવાલ અનુસાર ખાદ્યતેલનો જથ્થો વધારે હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે.  નાકરાવાડી વિસ્તારમાં આ આગની ઘટના બની છે. 

આ પણ વાંચો,  બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version