Site icon Time News

Hyderabad: હૈદરાબાદના ગુલઝાર હાઉસમાં ભીષણ આગ, 17 લોકોના મૃત્યુ, 15થી વધુ ઘાયલ

Oplus_131072

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભયંકર આગની ઘટનામાં 17 લોકોની જિંદગી હોમાઇ ગઇ જ્યારે અનેક ઘાયલ થયા છે અહીં હૈદરબાગદના ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી હતી.માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધું હતું.

ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, ચાર પરિવારોના ડઝનબંધ લોકો હજુ પણ આ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે. જો કે આ બધા પણ બહુ ખરાબ રીતે દાઝી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઇમારતમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.

આ પણ વાંચો, Horoscope: કન્યા અને સિંહ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ.. જાણવા કરો અહીં ક્લિક

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version