Site icon Time News

 ચાંદખેડામાં આવેલા પેલેડિયમ બિઝનેસ હબમાં ભીષણ આગ

 અમદાવાદ શહેરમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં પેલેડિયમ બિઝનેસ હબમાં આગનો બનાવ બન્યો છે. શનિવારના બપોરના સમયે એકાએક ચાંદખેડા વિસ્તારના જાણીતા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગી હતી. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગને લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ જામ્યો હતો. 

મળતી માહિતી અનુસાર, અમદાવાદ, સુરત સહિતના રાજ્યના મોટા શહેરોમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવો વધવા લાગ્યા છે. અમદાવાદના ચાંદખેડામાં આવેલા વિસત ગાંધીનગર હાઈવે પર 4D મૉલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગ લાગતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી. આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો છે. હાલ આગ લાગવાનું કારણ કોઈ ચોક્કસ સામે આવ્યું નથી. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા આગના બનાવનું કારણ શોધવામાં આવી રહ્યું છે. 

Exit mobile version