
ઉનાળાની આકરી કાળઝાળ ગરમીમાં દેશમાં પ્રથમ વખત 45. ડિગ્રી ગરમી પાર થઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં શ્રી સુધર્મા સ્થાનકવાસી જૈન સંઘ માં ચાલતા શ્રી નૂતન યુવા મંડળ તરફ થી ભર ઉનાળામાં ચાલતા રાહદારીઓ માટે નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ હતું..
તેમાં નૂતન યુવા મંડળ ની ટીમ તેમજ શ્રી સુલસા શ્રાવિકા મંડળ ના પ્રમુખ એવા વનીતાબેન પ્રકાશભાઈ રૂપેરા, નૂતન યુવા મંડળ ના પ્રમુખ વિશાલભાઈ ચાંપાનેરી, મંત્રી નિલયભાઈ દસાડીયા, કારોબારી સભ્ય મનોજભાઈ ડાંગી, મનીષભાઈ શાહ, અને સેવા કરતી મહિલાઓ માં નિરાલીબેન વિશાલભાઈ ચાંપાનેરી, વિગેરે એ હાજરી આપી હતી. જે અંતર્ગત ૧૦૦ લીટર છાસ વિતરણ કરી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
