
COVID-19 વેક્સિનની આડઅસરોને કારણે થયેલા કથિત મૃત્યુ મામલાની એક અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસની અરજીમાં મૃતકો માટે વળતરની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રસીકરણ પછી આડઅસરોની તપાસ માટે નિષ્ણાત પેનલની સ્થાપના કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને વળતર નીતિ બનાવવા અને સમયાંતરે રસીકરણની આડઅસર સંબંધિત ડેટા જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
મંગળવારે, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ કોવિડ વેક્સિનની આડઅસર બાબતની અરજીની સુનાવણી કરી રહી હતી. અરજીમાં COVID-19 રસી લીધા પછી કથિત આડઅસરોને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતરની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીઓનો નિકાલ કરતા જણાવ્યું કે, રસીકરણ પછી આડઅસરોની દેખરેખ માટેની હાલની સિસ્ટમ ચાલુ રહેશે.
આડઅસરોની તપાસ કરવા માટે અલગ સમિતિની જરૂર નથી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વર્તમાન સિસ્ટમને જોતાં વેક્સિનેશન પછીની આડઅસરોની તપાસ કરવા માટે અલગ સમિતિની જરૂર નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અર્થ એ નથી કે, વ્યક્તિ કાનૂની આશરો લઈ નહીં શકે. કોર્ટે જણાવ્યું હતું કે, વળતર નીતિ બનાવવાનો અર્થ એ નથી કે ભારત સરકાર અથવા અન્ય કોઈ સત્તાવાળાએ ભૂલ અથવા કાનૂની જવાબદારી સ્વીકારી લીધી છે.
સરકારને આપ્યા નિર્દેશો
સુપ્રીમ કોર્ટે સરકારને COVID-19 વેક્સિન બાદ ગંભીર આડઅસરો માટે વળતર નીતિ ડેવલપ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, પ્રતિકૂળ ઘટનાઓ પર દેખરેખ રાખવા માટેની હાલની સિસ્ટમ ચાલુ રહેશે. સરકાર દ્વારા સમયાંતરે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવશે.
માતાપિતાએ નાણાકીય વળતરની કરી માંગ
આ અરજી કોવિડ રસીની આડઅસરને કારણે મૃત્યુ પામેલી બે છોકરીઓના માતાપિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં મૃત્યુની સ્વતંત્ર તપાસ કરવા અને શબપરીક્ષણ અને તપાસ અહેવાલો જાહેર કરવા માટે સ્વતંત્ર સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે છોકરીઓના માતાપિતાને નાણાકીય વળતર આપવું જોઈએ.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ગરમીને લઈ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આટલી ભયાનક ડિગ્રીએ જશે પારો
