Site icon Time News

 દિલ્હીમાં મોટો આતંકી હુમલો નિષ્ફળ , ISIના 9 એજન્ટ ઝડપાયા, સુરક્ષા દળો પર કરવાના હતો હુમલો

દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, ISI ના નવ એજન્ટોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ આતંકવાદીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં વિનાશનું કાવતરું ઘડી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય દિલ્હી અને મુંબઈ સહિત મુખ્ય શહેરોમાં આતંકવાદી હુમલા કરવાનો હતો. ધરપકડ કરાયેલા શંકાસ્પદો દિલ્હી, મુંબઈ અને પંજાબના છે. કેટલાક વિદેશી નાગરિકો છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓ અને મુંબઈના અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધો પણ સામે આવ્યા છે. ધરપકડ કરાયેલા તમામ શંકાસ્પદો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, ISI ના ઈશારે ભારતમાં હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

પોલીસે શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા તમામ શંકાસ્પદો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, ISI ના ઈશારે ભારતમાં હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. હથિયારો ઉપરાંત, પાકિસ્તાનથી લાવવામાં આવેલા વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેમના કબજામાંથી ગ્રેનેડ અને અન્ય વિવિધ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ જગ્યાઓ પર કરવાના હતા હુમલો

પાકિસ્તાનથી મોકલવામાં આવેલા વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. મોટી વાત એ છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી દેશમાં આતંક ફેલાવવાના કાવતરાને અંજામ આપવા માટે ભારતીય નાગરિકોનો ઉપયોગ કરી રહી હતી. જેનાથી બહારથી લોકો મોકલવાનું જોખમ ટાળી શકાય અને તેમના નાપાક ઇરાદા સરળતાથી સાકાર કરી શકે. જોકે, દિલ્હી પોલીસે તમામ નવ શંકાસ્પદ આતંકવાદીઓને પકડીને આ યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી છે.

Exit mobile version