Site icon Time News

 દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

નવરાત્રીમાં પણ સોનું અને ચાંદી ગગડ્યા હતા અને નવરાત્રી પત્યા બાદ પણ સોના અને ચાંદીના ઘટાડો હજું પણ ચાલુ છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. IBJA પર સોનું 953 રૂપિયા ઘટ્યા છે અને ચાંદી 6000 રૂપિયા જેટલી તૂટી છે. ઓલટાઈમ હાઈથી સોનું આશરે 32000 જેટલું અને ચાંદી 1.85 લાખ રૂપિયા જેટલા સસ્તા થઈ ગયા છે.

IBJA પર આજે 10 ગ્રામ 24  કેરેટ સોનાનો ભાવ 953 રૂપિયા તૂટીને 143152 રૂપિયાની સપાટીએ ખુલ્યો. જે કાલે 144105 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદીના ભાવ જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે 6035 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 200748 રૂપિયાની સપાટી પર જોવા મળ્યો જે કાલે 206783 રૂપિયા પર બંધ થયો હતો.અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. શનિવારે અને રવિવારે  તથા જાહેર રજાઓના  દિવસે ભાવ જાહેર થતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

એક કિલો ચાંદીનો ભાવ 200748 રૂપિયા

24 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 14315 રૂપિયા

22 કેરેટ સોનાનો એક  ગ્રામનો ભાવ 13972 રૂપિયા

20 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 12741 રૂપિયા

18 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 11595 રૂપિયા

14 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 9233 રૂપિયા

ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના-ચાંદી?

IBJAના ભાવ જોઈએ તો જાન્યુઆરી 2026માં 24 કેરેટ સોનાના ઓલટાઈમ હાઈ ભાવ 176121 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 385933 રૂપિયા થઈ ગયો હતો. જ્યારે આજે સોનું 143152 રૂપિયા અને ચાંદી 200748 રૂપિયાના સ્તરે જોવા મળ્યા છે.

સોના ચાંદીના ઓલટાઈમ હાઈ ભાવ

આજનો ભાવ

આ ભાવની સરખામણી કરીએ તો હાલ ઓલ ટાઈમ હાઈથી 10 ગ્રામ સોનું 32969 રૂપિયા અને એક કિલો ચાંદી 185185 રૂપિયા સસ્તા છે.

Exit mobile version