Site icon Time News

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને IPS કેડરમાં મળ્યું પ્રમોશન

ગુજરાત પોલીસ વિભાગ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ સેવાના 6 અધિકારીઓને પ્રમોશન આપીને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, ‘સિલેક્ટ લિસ્ટ 2025’ અંતર્ગત નીચેના 6 અધિકારીઓની IPS તરીકે બઢતી આપી પસંદગી કરવામાં આવી છે.

રાજદીપસિંહ એન. નકુમ
ભરતકુમાર બી. રાઠોડ
પ્રફુલ વી. વાણિયા
રાજેશકુમાર ટી. પરમાર
કલ્પેશકુમાર એમ. ચાવડા
રાકેશ ડી. દેસાઈ

ગૃહ મંત્રાલયનાઆ આદેશ અનુસાર, આ તમામ અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિની મંજૂરીથી કરવામાં આવી છે. ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ (પ્રોબેશન) રૂલ્સ, 1954 મુજબ આ તમામ અધિકારીઓ હાલ એક વર્ષ માટે પ્રોબેશન પર રહેશે અને નિયમોનુસાર ઇન્ડક્શન ટ્રેનિંગ મેળવશે.

ભૂતિયા ડિમોલિશન અંગે DCP નકુમને હાઈકોર્ટનો સવાલ, તેના 7 દિવસમાં બઢતી

સુરત નાસીરનગર ભૂતિયા ડિમોલિશન મામલે હાઇકોર્ટે જ્યારે વેધક સવાલ ઉઠાવ્યો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડીસીપી (DCP) નકુમ ત્યાં કેમ હાજર હતા, ત્યારે વહીવટીતંત્રની ભૂમિકા સામે અનેક આશંકાઓ જન્મી છે. 

સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે, જે અધિકારીની હાજરી અને કાર્યવાહી સામે ખુદ ગુજરાત હાઈકોર્ટ પ્રશ્નો પૂછી રહી હોય, તેમને માત્ર 7 જ દિવસમાં સરકાર દ્વારા પ્રમોશન આપીને IPS કેડર ફાળવી દેવામાં આવતા નિર્ણય સામે સવાલો ઉઠયા છે. 

Exit mobile version