Site icon Time News

વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દર મહિને મળશે આટલું સ્ટાઇપેન્ડ

ગુજરાત સરકારે વિદેશથી MBBS કરીને આવેલા ઇન્ટર્ન ડોક્ટરો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, વિદેશથી MBBS કરીને આવેલા ઇન્ટર્ન ડોક્ટરોને હવે દર મહિને રૂ.21,840 સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આ નિર્ણય સરકારી અને GMERS કોલેજોમાં લાગુ પડશે અને લગભગ 350 ઇન્ટર્ન ડોક્ટરોને સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકાર વિદેશથી આવેલા ડોક્ટરોને સ્ટાઇપેન્ડ આપતી નહોતી.

આ નિર્ણયનો લાભ 1 જૂન અને 1 ઓક્ટોબરથી પોસ્ટિંગ મેળવનારા ઇન્ટર્ન ડોક્ટરોને આપવામાં આવશે. એટલે આ સમયગાળા દરમિયાન ઇન્ટર્નશિપ માટે પોસ્ટિંગ મેળવનારા વિદેશી MBBS ગ્રેજ્યુએટ્સને નક્કી કરાયેલા સ્ટાઇપેન્ડનો લાભ મળશે.સરકારના આ નિર્ણયને વિદેશથી તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ગુજરાતમાં ઇન્ટર્નશિપ કરતા ડોક્ટરો માટે મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે તેમને સામાન્ય ઇન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ દર મહિને રુપિયા 21,840નું સ્ટાઇપેન્ડ મળશે.

Exit mobile version