Site icon Time News

રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલી કરાઈ

ગુજરાત પોલીસમાં અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ની બઢતી કરવામાં આવી છે. જ્યારે 7 DySPની બદલી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હથિયારી-બિન હથિયારી અને વાયરલેસ PIની DySP તરીકે બઢતી અને બદલીનો હુકમો કર્યો છે.

Oplus_131072

ગૃહ વિભાગના પરિપત્ર મુજબ, રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિતના અલગ-અલગ જિલ્લામાં 47 બિન-હથિયારી, 9 હથિયારી અને 12 વાયરલેસ PIની બઢતી આપવામાં આવી છે. જ્યારે 7 હથિયારી અને બિન-હથિયારી DySPની બદલીના હુકમ કરવામાં આવ્યો છે.

Exit mobile version