
અમદાવાદના SG હાઇવે પર YMCA ક્લબ નજીક બની રહેલા નિર્માણાધીન બ્રિજની એન્ગલ તૂટી પડતા બે લોકો ઘાયલ થયા હતા. બે વ્યક્તિ ઘાયલ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નિર્માણાધીન બ્રિજની એન્ગલ તૂટી પડતા અડધો કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદના એસ.જી. હાઇવે પર મંગળવારે સવારે 9:45 વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના ઘટી હતી.નિર્માણાધીન બ્રિજનો એક એંગલ અચાનક તૂટી પડતા આ ઘટનામાં બે વ્યક્તિઓ, એક મહિલા અને એક પુરુષ, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હાઇવે પર અડધો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કર્ણાવતીથી YMCA ક્લબ સુધીનો રસ્તો 6 મહિના બંધ
એસ.જી.હાઇવે પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બ્રિજનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ સુધીનો એક તરફનો રસ્તો છ મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
