Site icon Time News

Uttarakhand: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોટી દૂર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોનાં મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતું એક હેલિકોપ્ટર અહીં ક્રેશ થયું. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ઉત્તરકાશીના ગંગાની પાસે થયો હતો. હેલિકોપ્ટર દહેરાદૂનથી ઉડાન ભરી રહ્યું હતું અને ગંગાનાઈની આગળ નાગ મંદિર પાસે ક્રેશ થયું. ત્યારે હેલિકોપ્ટર ક્રેશની માહિતી મળતાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ QRT, 108 એમ્બ્યુલન્સ વાહન, તહસીલદાર ભટવાડી, BDO ભટવાડી, મહેસૂલ ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 7 મુસાફરો સવાર હતા. ૨ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ માહિતી સામે આવી હતી. તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો, Class 10 results declared: ધોરણ 10નું આટલા ટકા પરિણામ જાહેર, મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા રિઝલ્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version