
સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું અલુરા ગામ એક અનોખી ઓળખ ધરાવે છે. આ ગામની પંચાયતમાં સરપંચથી માંડીને તમામ સભ્યો મહિલાઓ છે. એક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લાં 30 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામના આગેવાનોની દૂરંદેશી અને સમજદારીના કારણે ગામ સમરસ બન્યું છે. જનરલ સીટ હોવા છતાં, ગામમાં વિખવાદ ન સર્જાય તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવવામાં આવી છે. આ નિર્ણયના કારણે સરકાર તરફથી વધુ લાભો મળવા લાગ્યા છે અને ગામનાં વિકાસ કાર્યોને તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રાથમિકતા મળી રહી છે. ગામમાં કુલ 8 પંચાયતની બેઠક છે, જેમાંથી 6 બેઠકો એસટી-એસસી માટે અનામત છે. ડેપ્યુટી સરપંચ પંચાયતની ફરજ સાથે જીવન નિર્વાહ માટે ખેતમજૂરી પણ કરે છે. તમામ મહિલા સભ્યો ઘરની જવાબદારી સાથે પંચાયતની કામગીરી સફળતાપૂર્વક નિભાવી રહી છે. આજે ગામમાં વિકાસ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તમામ પ્રાથમિક સુવિધાઓનાં કામો પૂર્ણ થઈ ગયાં છે. અલુરા ગ્રામ પંચાયતની મહિલાઓ સમાજ માટે એક ઉદાહરણ બની રહી છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અલુરા ગ્રામ પંચાયત મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે. કારણ કે, ત્યાં સરપંચ અને ઉપસરપંચથી લઇ તમામ ગ્રામ પંચાયતના સભ્યો પણ મહિલાઓ જ છે. એક હજારની વસ્તી અને બે ફળિયા ધરાવતા આ ગામમાં છેલ્લાં 30 વર્ષથી ચૂંટણી થઈ નથી. ગામમાં ઘણા યુવકોએ તો હજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન જ કર્યું નથી. છેલ્લી અમુક ટર્મથી તો ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘદૃષ્ટિને કારણે ગામ સમરસ થયું હતું. જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળીને ગામનું વાતાવરણ ડોહળાય નહીં એટલા માટે તમામ સીટો મહિલાઓને ફાળવી હતી. એટલું જ નહિ તમામ સીટો બિનહરીફ કરી સમરસ પંચાયત ચલાવી રહ્યા છે.જોકે ગામના આગેવાનોની સલાહ અને મહિલાઓની સમરસ પંચાયતના કારણે સરકાર તરફથી લાભો પણ વધુ મળવા લાગ્યા. જેને કારણે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ગામનાં વિકાસકામોને પ્રાથમિકતા મળવા લાગી. આજની પરિસ્થિતિની વાત કરીએ તો, ગામ આખામાં ઊડીને આંખે વળગે એવો વિકાસ છે. હાલ ગામમાં દરેક પ્રાથમિક સુવિધાનાં કામો પૂર્ણ થઈ ગયાં છે.
ગામમાં કુલ 8 પંચાયતની બેઠક છે, જે પેકી 6 બેઠક SC-STની છે. સરપંચ તો અન્ય મહિલાઓ સભ્ય સાથે મળી પંચાયતની ફરજ નિભાવવા સાથે સાથે જીવનનિર્વાહ માટે ખેતમજૂરીનું કામ પણ કરે છે. તમામ મહિલાઓ ઘરની જવાબદારી ઉપરાંત પંચાયતની વિશેષ જવાબદારી પણ નિભાવી રહી છે ત્યારે, અલુરા ગ્રામ પંચાયતની મહિલાઓ સાચા અર્થમાં સમાજમાં એક દાખલો બેસાડી રહી છે.
આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી
