Site icon Time News

મહાકુંભમાં ફરી લાગી આગ, કેટલાક પંડાલ સળગ્યા; ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

પ્રયાગરાજ મહાકુંભમાં સેક્ટર-22માં આગ લાગી છે જેમાં કેટલાક પંડાલ સળગીને ખાક થઇ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના બીજા દિવસે ગુરૂવારે આગ લાગી છે. સેક્ટર-22માં કેટલાક પંડાલ સળગી ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.જ્યાં આગ લાગી છે ત્યા વધારે પબ્લિક નહતી માટે કોઇ જાનહાનિના સમાચાર નથી. સીનિયર અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.જોકે, આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.

મહાકુંભમાં મૌની અમાવસ્યાના પ્રસંગે ભાગદોડ મચી હતી જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા. મહાકુંભના મેળામાં 19 જાન્યુઆરીએ પણ સેક્ટર-19માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. ગીતા પ્રેસના 180 કોટેજ આગમાં સળગી ગયા હતા. 

મહાકુંભ તંત્ર અનુસાર, ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરથી ચા બનાવતા સમયે ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. આગ લાગતા રસોઇમાં રાખેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહતી.

Exit mobile version