Site icon Time News

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા ચાચર ચોકમાં 2000થી વધુ દિવડાની મહાઆરતી, આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું!

અંબાજી ખાતે ભરનાર ભારદવી પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને આ વખતે અંબાજીમાં કોરીડોરની કામગીરીને લઈ મેળા દરમિયાન સંકડામણ અનુભવાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હાલમાં પણ અંબાજી ખાતે મેળા પૂર્વે જ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આ શ્રાવણ માસના અંતિમ દિવસ ને લઈ અંબાજીમાં ભારે ભીડ જોવા મળી હતી. 

એટલું જ નહીં નડિયાદ, ખેડા, આણંદ વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો મેળાવડો અંબાજી ખાતે જામ્યો હતો તેમજ રાત્રિ દરમિયાન નવરાત્રી ની યાદ અપાવે તેવા ગરબાની રમઝટ પણચાચર ચોક માં જોવા મળી હતી જ્યાં વેશભૂષાધારી શ્રદ્ધાળુ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આજે રાત્રિ દરમિયાન અંબાજી મંદિર ચાચર ચોકમાં 2000 ઉપરાંત દિવડાની મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 

મોટી સંખ્યામાં નડિયાદથી અંબાજી માતાજીના દર્શન
જ્યારે નડિયાદ વિસ્તારના ભાજપા ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ આ મહાઆરતીમાં પરિવાર સાથે ઉપસ્થિત રહી માતાજીની આરતી ઉતારી હતી અને તેમને જણાવ્યું હતું કે 162 વર્ષની થી નડિયાદનો આ સંઘ મુખી પરિવારના સભ્યો દ્વારા વારાફરતી માતાજીના આ મા શ્રાવણ માસની અમાવશે માતાજીને અન્નકૂટ ધરાવે છે અને તેઓ ખાસ આસપાસના વિસ્તારનો પણ મોટી સંખ્યામાં નડિયાદથી અંબાજી માતાજીના દર્શન આવે છે.

જોકે આજે વેશભૂષા કરીને આવેલા શ્રદ્ધાળુઓએ પણ ગરબાની મોજ માણી હતી અને ભારે ખુશી વ્યક્ત કરી હતી અને પોતાને અંબાજીના દર્શન નો લહાવો મળ્યો તે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો. જો કે હાલમાં જે વરસાદ ખેંચાઈ રહ્યો છે તે માટે પણ માતાજીને વહેલી તકે મેઘ મહેર થાય તે માટે પ્રાર્થના કરી હતી. જ્યારે ગરબાના અંતે 2000 ઉપરાંત દિવડાને આરતી ભક્તોએ પોતાના શરીર ઉપર ગોઠવણી કરીને માતાજીની આરતી કરી હતી. 

આતશબાજીના કારણે આકાશ પણ ઝગમગી ઉઠ્યું!
ભાદરવી પૂનમમાં ભારે ભીડ ના કારણે આ આરતી થઈ શકે તેમ ન હોય તેમને મેળા પૂર્વે માતાજીની આ આરતી આજે શ્રાવણની અમાવશે માતાજીના ચાર ચોકમાં કરી હતી સાથે ખેડૂતોના હિતમાં વરસાદ વરસે તેવી પણ માં અંબા ને પ્રાર્થના કરી હતી. જ્યારે તમામ કાર્યક્રમના અંતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી અને સમગ્ર આકાશમાં વિવિધ રંગો પથરાયેલા જોવા મળ્યા હતા અને આતશબાજીના કારણે આકાશ પણ ઝગમગી ઉઠ્યું હતું.

Exit mobile version