Site icon Time News

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ નીકળશે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા, સરકારનું 10 લાખનું યોગદાન

Oplus_131072

અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા આગામી 26 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. આ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા પૂર્વે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને માતાજીના દર્શન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.

માતાજીની આ નગરયાત્રા પૂર્વે મંગળવારના રોજ માતાજીની પાલખીનું વિશેષ પૂજન કરવામાં આવશે. આ વર્ષની નગરયાત્રા અનેરી છે કારણ કે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નગરયાત્રાની પહિન્દ વિધિ કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ગુજરાત સરકાર તરફથી આ ભવ્ય નગરયાત્રા માટે 10 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

યાત્રા પૂર્વે માતાજીની ચલિત પ્રતિમા, પાદુકા અને વરદ હસ્તનું પૂજન કરાયું છે. માતાજીના વરદ હસ્ત પર ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ (દરેકનું કલ્યાણ થાય) તેવો પરમ સંદેશ અંકિત થયેલો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે FIR, યૌન શોષણ કેસમાં પ્રયાગરાજ કોર્ટનો આદેશ”

Exit mobile version