Site icon Time News

Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીત રાહુલ સરકારની ધરપકડ, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં કનેક્શન

Oplus_131072

NIA એ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નકલી પાસપોર્ટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ રાહુલ સરકાર તરીકે થઈ છે. NIA એ આરોપીને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો અને તેને રિમાન્ડ પર લીધો. ધરપકડ કરાયેલા આરોપીઓએ સિંગર સિદ્ધુ મુસલેવાલા હત્યા કેસના આરોપીઓને દેશમાંથી ભાગી જવામાં મદદ કરી હતી.

રાહુલ સરકાર પર રોહિત ગોદારા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગારો માટે નકલી પાસપોર્ટ તૈયાર કરવાનો અને તેમની ઓળખ છુપાવીને તેમને વિદેશ ભાગી જવામાં મદદ કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

NIA અનુસાર, રાહુલ સરકારે સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી સચિન થાપન ઉર્ફે સચિન બિશ્નોઈને પણ મદદ કરી હતી. સચિન બિશ્નોઈ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે. આ અંતર્ગત આરોપી રાહુલની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર ઓગસ્ટ 2022માં કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, Horoscope: આ રાશિના જાતક માટે જોખમથી ભરેલો સમય, જાણો અન્ય લોકો કેવો રહેશે આજનો દિવસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version