Site icon Time News

USમાં ડેનવર એરપોર્ટ પર ટેકઓફ સમયે જ લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, મોટી વિમાન દુર્ઘટના ટળી

Oplus_131072

USમાં મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. મળતા અહેવાલ પ્રમાણે અમેરિકન એરલાઇન્સના વિમાન AA3023માં શનિવારે ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ કરવા જતાં જ લેન્ડિંગ ગિયરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં જ અફરાતફરી મચી ગઇ હતી. વિમાનમાં લગભગ મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જોકે તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.

ડેનવર ફાયર વિભાગે જણાવ્યું કે આ ઘટના તે સમયે બની જ્યારે બોઈંગનું 737 મેક્સ વિમાન ડેનવરથી મિયામી જવા માટે રનવે પરથી ઉડાન ભરી રહ્યું હતું. વિમાનના ટાયરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાનને રન વે પર જ અટકાવી દેવામાં આવ્યો હતો. ડેનવર એરપોર્ટ ઓથોરિટીએ આપેલી માહિતી અનુસાર પાંચ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. જોકે તે એટલી ગંભીર નહોતી કે હોસ્પિટલે જવું પડે.

ફ્લાઈટ અવેરના અહેવાલ અનુસાર આ વિમાને બપોરે 1:12 વાગ્યે ગેટ નંબર C34 થઈ ઉડાન ભરવાની હતી પણ પછીથી એમાં ટેકઓફ દરમિયાન સંભવિત લેન્ડિંગ ગિયરની ઘટના વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને બસની મદદથી ટર્મિનલ સુધી પહોંચાડાયા હતા. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Exit mobile version