
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યા છે. કિયારાએ મંગળવારે રાત્રે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો. કિયારાને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની નૉર્મલ ડિલિવરી થઈ હતી.
કિયારા અડવાણી અને બાળક બંને સ્વસ્થ છે. NDTVના અહેવાલ મુજબ, કિયારાની ડિલિવરી ઓગસ્ટમાં થવાની હતી, પણ તે જુલાઈમાં થઈ છે. હાલમાં, સિદ્ધાર્થ અને કિયારા તરફથી કોઈ ઑફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ગુડ ન્યૂઝ સાંભળ્યા પછી, ફેન્સ પુત્રીની પહેલી ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. બંનેએ શૂટિંગ સેટ પર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા.
આ ડેસ્ટિનેશન વેડિંગ હતી, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના એક વર્ષ પછી, ફેબ્રુઆરી 2024માં, આ કપલે ખુશખબર શેર કરી હતી. આ કપલે એક તસવીર શેર કરતાં લખ્યું કે, અમારા જીવનની શ્રેષ્ઠ ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.
આ પણ વાંચો, Ahmedabad: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, 30થી વધુ મંદિરોના કરાવશે દર્શન
