Site icon Time News

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં રોહિત-વિરાટ યુગનો અંત

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. આ સાથે જ ટેસ્ટમાં વિરાટ-રોહિત યુગનો અંત થયો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટેસ્ટમાં સંન્યાસની જાહેરાત કરતા લખ્યુ, “ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આટલી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર લઈ જઈશ… હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.”

આ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 7 મેના રોજ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને રેડ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે, તે વનડે ક્રિકેટમાં મેચ રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્મા (Rohit Sharma) એ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.

Exit mobile version