Site icon Time News

સવારે અને સાંજે પતંગ નહી ઉડાવી શકાય, ગુજરાતમાં લાગુ થયો આ નવો નિયમ!

રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં લોકોની સુરક્ષા, ખાસ કરીને પક્ષીઓના જીવ બચાવવા માટે, પતંગ ઉડાડવા સંબંધિત અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

જાહેરનામા અનુસાર સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં ક્યાંય પણ પતંગ ઉડાવવા પર પ્રતિબંધ રહેશે. લોકો જાહેર રસ્તા અને ફૂટપાથ પર પણ પતંગ ઉડાવી શકશે નહીં.તેમજ પ્રતિબંધિત દોરા ખાસ કરીને ચીની દોરી, માજો અથવા અન્ય જાનલેવ દોરા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જ જો કોઈ ધર્મિક લાગણી દુભાય તેવા ગીતો અથવા અવાજ પ્રસારણ કરતા જણાશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.

પક્ષીઓના જાનને જોખમ ન પહોંચે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આ તમામ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ જાહેરનામું 7 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. પોલીસે નાગરિકોને આ નિયમોનું પાલન કરવાની અને તહેવારને સલામત રીતે ઉજવવાની વિનંતી કરી છે.

Exit mobile version