Site icon Time News

 ખેડા થયું જળબંબાકાર, 4 કલાકમાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પ્રબળ બનતાં ગત રાતથી મેઘરાજાએ બેટિંગ કરવી શરૂ કરી દીધી છે. તેમાં પણ ખેડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેડાના ગલતેશ્વર તાલુકામાં 4 કલાકમાં 2.91 ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ નોંધાયો, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.

ચોમાસાની ધમાકાર એન્ટ્રીની સાથે જ નાગરિકોએ પ્રચંડ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો. 19 જૂને વહેલી સવારે છોટા ઉદેપુર, અમરેલી અને પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી. હવામાન વિભાગના આંકડાઓ મુજબ 4 સવારના 4 કલાકમાં 46 તાલુકામાં વરસાદ વરસ્યો.

આજે વહેલી સવારે 6 વાગ્યેથી ખેડાના ગલતેશ્વર તાલુકામાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો, પંચમહાલના કાલોલ તાલુકામાં 4 કલાકમાં 2.52 ઈંચ વરસાદ વરસ્યો હતો, પંચમહાલના ગોધરા તાલુકામાં 2.48 ઈંચ વરસાદ વરસ્યો, છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વહેલી સવારે 2.20 ઈંચ વરસાદ વરસ્યો, પંચમહાલના મોરવા હડફ તાલુકામાં 4 કલાકમાં 1.81 ઈંચ વરસાદ વરસ્યો, પંચમહાલના ઘોઘંબા તાલુકામાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો, વડોદરાના દેસરમાં 1.30 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંના દેસર, દાહોદ, દાહોદના ફતેપુરા, અને ગોવિંદ ગુરુ લિંબડીમાં 24MM વરસાદ વરસ્યો હતો.

Exit mobile version