Site icon Time News

‘એવા લગ્ન જે થવાના નથી….’ સિયાના સ્નેપચેટ મેસેજથી કેતન અગ્રવાલ કેસમાં મોટો વળાંક, જાણો ચોંકાવનારી વિગતો

પુનાના રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલના પુત્ર કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પોલીસ તપાસમાં એક ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેના કારણે આ મર્ડર મિસ્ટ્રીમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ ટીમ હવે આરોપી સિયા ગોયલના એક કથિત સ્નેપચેટ મેસેજને ફંફોળી રહી છે. જેનાથી એવો સંકેત મળે છે કે આ હત્યા એ સમજી વિચારીને અંજામ અપાયેલું સુનિયોજિત કાવતરું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ આ કથિત વાતચીત 25મી મેના રોજની છે. આ ચેટમાં આરોપી સિયા ગોયલ કથિત રીતે પોતાની મિત્ર પાસે ફ્લાઈટ ટિકિટ બુક કરાવવાના બહાને તેનું આધાર કાર્ડ માંગે છે. સિયાએ હિન્દીમાં લખ્યું હતું છે કે “આધાર કાર્ડ ફ્રન્ટ બેક ભેજ દે ફોર વેડિંગ ટિકિટ્સ, જો હોને નહીં વાલી પર ફીરભી ભેજ દે.” જેનો અર્થ એ થાય છે કે જે લગ્ન થવાના નથી, આમ છતાં તેના બુકિંગ માટે તારું આધારકાર્ડ ફ્રન્ટ અને બેક મોકલી આપ.

તપાસ અધિકારીઓ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે આ સમગ્ર વાતચીત અને એર ટિકિટ્સના બુકિંગનો ફક્ત દેખાડો હતો કે શું? એવી શંકા છે કે આ કથિત ચેટ અને ટિકિટ અરેન્જમેન્ટ્સ દ્વારા સિયા એ દેખાડવા માંગતી હતી કે કેતન અગ્રવાલ સાથે તેના લગ્નની તૈયારીઓ બિલકુલ સામાન્ય રીતે થઈ રહી છે. જેથી કરીને કેતનની હત્યા બાદ કોઈને તેના પર શક જાય નહીં. આ સમગ્ર કવાયત મર્ડર પ્લોટ છૂપાવવા કે તપાસને ભટકાવવાનું એક મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે.

તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ ડિજિટલ ચેટની કાનૂની માન્યતા તેની ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ પૂરી થયા બાદ જ નક્કી થઈ શકશે. આથી હાલ આ ચેટને અંતિમ પુરાવો ગણી શકાય નહીં.

કેતનના પરિવારનો શું છે આરોપ
કેતનના પિતા વિશાલ દેવીચંદ અગ્રવાલ તરફથી એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચેતન અને સિયા બંનેએ મળીને તેમના પુત્રને ખીણમાં ધકેલી દીધો, ત્યારબાદ તેનું મોત નિપજ્યું. કેતન 18 જૂનના રોજ સવારે ઘરેથી નીકળ્યો હતો, પુના-મુંબઈ હાઈવે પર કિવાલે બ્રિજથી સિયાને સાથે લીધી અને પછી લોહગઢ ફોર્ટ બાજુ ગયો હતો.

ત્યારબાદ એવા આરોપ છે કે કેતનની મંગેતર સિયા ગોયલે તેના પ્રેમી ચેતન સાથે મળીને કેતનને ખીણમાં ધક્કો માર્યો હતો જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. 21 જૂનના રોજ કેતન અગ્રવાલના પિતા અને સંબંધી તે જગ્યા પર ગયા હતા જ્યાંથી તે પડ્યો હતો ને તેમને એવું લાગ્યું હતું કે આ જગ્યા પર ભૂલથી પડી જવાની શક્યતા બહું ઓછી છે. પરિવારે આરોપ લગાવ્યો કે સિયા ગોયલનો ફોન સતત વ્યસ્ત રહેતો હતો અને તે તેના પ્રેમી ચેતનનો વારંવાર ઉલ્લેખ કરતી હતી. જેનાથી શક ગયો કે બંને વચ્ચે રોમેન્ટિંક સંબંધ હતો.

Exit mobile version