
દિલ્હી ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને જનતાનો જે નિર્ણય છે તેને પુરી રીતે સ્વીકાર કરીએ છીએ. હું ભાજપને આ જીત માટે શુભેચ્છા પાઠવું છું અને આશા કરૂ છું કે જે આશા સાથે જનતાએ બહુમત આપ્યો છે તેના પર તે ખરા ઉતરશે. અમે 10 વર્ષમાં કેટલાક કામ કર્યા હવે વિપક્ષની ભૂમિકા ભજવીશું. હું આપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવવા માંગુ છું તે સારી રીતે ચૂંટણી લડ્યા અને ઘણી મહેનત કરી.
AAPના વડા અરવિંદ કેજરીવાલ સતત ચોથી વખત મુખ્યમંત્રી બનવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરી શક્યા નહીં. ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૨૦માં દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અરવિંદ કેજરીવાલ માટે આ માત્ર ચૂંટણી હાર નથી, પરંતુ તેમના રાજકીય ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. કથિત દારૂ કૌભાંડમાં મહિનાઓ જેલમાં વિતાવનારા અરવિંદ કેજરીવાલે આ ચૂંટણીને તેમની ‘પ્રામાણિકતા’ સાથે જોડતા કહ્યું કે, જનતા તેમના વિશે શું વિચારે છે તે નક્કી કરશે.
