Site icon Time News

Kailash Mansarovar Yatra: 5 વર્ષે શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

Oplus_131072

ભગવાન શિવના નિવાસસ્થાન ગણાતા અને હિન્દુઓના આસ્થાકેન્દ્ર Kailash Mansarovar Yatra 5 વર્ષે ફરી શરૂ થવા જઈ રહી છે. વિદેશ મંત્રાલયે શનિવારે ‘કૈલાશ માનસરોવર યાત્રા 2025’ ની ઔપચારિક જાહેરાત કરી. આ યાત્રા જૂનથી ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે. કૈલાસ માનસરોવર યાત્રા તેના ધાર્મિક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે. હિન્દુઓ માટે મહત્વપૂર્ણ હોવા ઉપરાંત તે જૈન અને બૌદ્ધ લોકો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, kmy.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. વર્ષ 2015થી કૈલાશ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન અરજીથી લઈને મુસાફરોની પસંદગી સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે.

આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉત્તરાખંડ રાજ્યથી 5 બેચ (દરેકમાં 50 યાત્રાળુઓ) લિપુલેખ પાસ થઈને મુસાફરી કરશે અને 10 બેચ (દરેક 50 યાત્રાળુઓ) સિક્કિમ રાજ્યથી નાથુ લા પાસ થઈને યાત્રા કરશે. યાત્રાળુઓની પસંદગી વિદેશ મંત્રાલય દ્વારા એક ન્યાયી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે અને તેમને અલગ અલગ રૂટ અને બેચ ફાળવવામાં આવશે. કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રક્રિયા દ્વારા મુસાફરોને ફાળવવામાં આવેલ રૂટ અને બેચ સામાન્ય રીતે બદલાશે નહીં. જોકે, જો જરૂરી જણાશે તો પસંદ કરેલા યાત્રાળુઓ બેચમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે. આ ફેરફાર ફક્ત ત્યારે જ થઈ શકે છે જો ખાલી જગ્યા ઉપલબ્ધ હોય. આ બાબતે મંત્રાલયનો નિર્ણય અંતિમ રહેશે.

આ પણ વાંચો, http://‘Mission Ready, કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ’, ભારતીય નૌસેનાએ આપ્યા મોટા સંકેત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version