Site icon Time News

જેટ ફ્યુલના ભાવમાં ઉછાળો, એરલાઇન અને મુસાફરો પર પડશે અસર

1 એપ્રિલ 2026થી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના નવા દર લાગુ થયા છે. દેશના મેટ્રો શહેરોમાં ATFના ભાવમાં વધારો નોંધાયો છે. તાજા અપડેટ મુજબ જેટ ઇંધણના ભાવમાં આશરે 8.5% થી 8.8% જેટલો વધારો થયો છે. જેના કારણે તે હવે વધુ મોંઘું બન્યું છે.

કેટલાક અહેવાલોમાં ATFનો ભાવ પ્રતિ કિલોલિટર 2 લાખને પાર થયો હોવાની ચર્ચા થઈ હતી. પરંતુ ઓઇલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે આ માહિતી સાચી નથી. હાલમાં જેટ ફ્યુઅલનો ભાવ આશરે 1.04 લાખ પ્રતિ કિલો/લિટર આસપાસ છે. એટલે કે વધારો થયો છે પરંતુ તે અગાઉ જણાવ્યા જેટલો મોટો નથી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેની પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર પડી છે. આ જ કારણથી ATFના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.જેટ ફ્યૂઅલ એરલાઇન કંપનીઓના કુલ ખર્ચનો મોટો ભાગ હોય છે. તેથી ATFના ભાવમાં વધારો થતાં એરલાઇન કંપનીઓ માટે ખર્ચ વધ્યો છે. આ પરિસ્થિતિમાં ટિકિટના ભાડામાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે ATFના ભાવ આંતરરાષ્ટ્રીય દરોને આધારે દર મહિને નક્કી થાય છે. 2001થી ATFના ભાવ ડિ-રેગ્યુલેટ કરવામાં આવ્યા છે. એટલે કે તેમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરતી નથી. જોકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવમાં નિયંત્રિત રીતે વધારો કરવામાં આવ્યો છે.

સરકારે જણાવ્યું છે કે હવાઈ મુસાફરી વધુ મોંઘી ન બને તે માટે કેટલીક રાહત આપવામાં આવી છે. સ્થાનિક ફ્લાઇટ્સ માટે ATFના ભાવમાં સંપૂર્ણ વધારો લાગુ કરવાની જગ્યાએ માત્ર ભાગે વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સંપૂર્ણ વધારાનો ખર્ચ લાગુ રહેશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદમાં હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત

Exit mobile version