
પહેલગામના બૈસરન વિસ્તારમાં આતંકવાદી હુમલો થયાની માહિતી સામે આવી છે જેમાં એક પ્રવાસીનું મોત થયુ છે જ્યારે ચારની હાલત ગંભીર છે. આ હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પહેલગામ એક એવો વિસ્તાર છે જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. માર્ચમાં હિમવર્ષા પછી સેંકડો પ્રવાસીઓ અહીં આવે છે.
સૂત્રો અનુસાર 2થી 3 હુમલાખોર પોલીસની વર્ધીમાં આવ્યા હતા. આતંકીઓએ પ્રવાસીઓને નિશાન બનાવતા તેમના પર ફાયરિંગ શરૂ કર્યું હતું જેમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. પહેલગામ આતંકી હુમલાને લઇને CRPFની ક્વિક રિએક્શન ટીમને ઘટનાસ્થલે તૈનાત કરવામાં આવી છે.સૂત્રો અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકી ઘટનામાં TRF (The Resistent Front)ના તંજીમનો હાથ હોવાની આશંકા છે. પોલીસ અનુસાર પહેલગામના બૈસરન ઘાટીમાં ગોળીઓનો અવાજ સંભળાયો હતો. હુમલાખોરોએ બૈસરન ઘાસના મેદાનમાં ઘોડે સવારી કરતા પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું.
પહેલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આ આતંકવાદી હુમલો ત્યાં થયો હતો. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. જેમાં બે પ્રવાસીઓને ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થયા હતા. જ્યારે બાકીનો વિસ્તાર સુરક્ષિત છે કારણ કે આ વિસ્તાર પર્વતની ટોચ પર છે જ્યાં કોઈ સુરક્ષા નથી અને પોલીસ વ્યવસ્થા પણ નથી.
આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પ્રવાસીઓને શાંત રહેવાની અપીલ કરી છે. પહેલગામથી આવી રહેલી તસવીરોમાં, સ્થાનિક લોકો પોતાની દુકાનો બંધ કરતા જોવા મળે છે.આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે લોકોને ગભરાટ ટાળવા અને શાંત રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો, C.R. Patil: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? દિલ્હીમાં સી.આર પાટીલ ભૂપેન્દ્ર યાદવને મળ્યા
