
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ચીનના પ્રવાસે છે. તેઓ સિંગાપોરથી સીધા ચીન પહોંચ્યા છે. અહીં તેઓ બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા હતા.
ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાતની તસવીર શેર કરતા જયશંકરે કહ્યું હતું કે આજે બેઇજિંગ પહોંચ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળીને ખુશી થઇ હતી. શાંઘાઈ સહયોગ સંગઠનમાં ચીનના પ્રમુખપદ માટે ભારતનું સમર્થન વ્યક્ત કર્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થયો છે. આશા છે કે મારી મુલાકાત દરમિયાન વાતચીત સકારાત્મક રહેશે.
આ મુલાકાત દરમિયાન જયશંકરે કહ્યું હતું કે ગયા ઓક્ટોબરમાં કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. મને ખાતરી છે કે આ મુલાકાત દરમિયાન અમારી ચર્ચામાં આ સકારાત્મકતા રહેશે.
