Site icon Time News

જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું:રાષ્ટ્રપતિને પત્રમાં લખ્યું- ‘સ્વાસ્થ્ય કારણોસર પદ છોડી રહ્યો છું’

જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું:રાષ્ટ્રપતિને પત્રમાં લખ્યું- ‘સ્વાસ્થ્ય કારણોસર પદ છોડી રહ્યો છું’, ગયા મહિને ચાલુ કાર્યક્રમ દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો.

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે લખ્યું- સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા અને તબીબી સલાહનું પાલન કરીને હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. પત્રમાં તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો બદલ આભાર માન્યો. તેમણે વડાપ્રધાન અને મંત્રીમંડળનો પણ તેમના સહયોગ બદલ આભાર માન્યો.

2022મા જગદીપ ધનખડે 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 6 ઓગસ્ટ, 2022ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધનખડે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવ્યા હતા. ધનખડે કુલ 725 માંથી 528 મત મેળવ્યા હતા, જ્યારે અલ્વાને 182 મત મળ્યા.

Exit mobile version