Site icon Time News

અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન: મયુર ડાયકેમ ગૃપના 20થી વધુ સ્થળોએ દરોડાથી ફફડાટ

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગે (IT Department) મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જાણીતા કેમિકલ ગૃપ ‘મયુર ડાયકેમ ઈન્ટરમીડિયેટ્સ લિમિટેડ’ (Mayur Dyechem Intermediates Ltd) અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો પર આઈટી વિભાગે લાલ આંખ કરી છે. કરચોરીની શંકાના આધારે અમદાવાદમાં આશરે 20થી વધુ સ્થળોએ એકસાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમોએ આજે સૂર્યોદય પહેલા જ મયુર ડાયકેમની કોર્પોરેટ ઓફિસ અને ફેક્ટરી પરિસરમાં ધામા નાખ્યા હતા. આ તપાસમાં અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા ગ્રુપના મુખ્ય ભાગીદારો અને માલિકોના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. તપાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

કયા સ્થળોએ ચાલી રહી છે તપાસ?
આઈટી વિભાગ દ્વારા મયુર ડાયકેમ ગૃપની મુખ્ય ઓફિસો, ઉત્પાદન એકમો (ફેક્ટરીઓ) અને સંચાલકોના ખાનગી બંગલાઓ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ દ્વારા હિસાબી ચોપડા, બેંક લોકર, ડિજિટલ ડેટા અને મિલકતને લગતા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કેમિકલ સેક્ટરમાં મોટા પાયે થયેલા વ્યવહારોમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://રોકાણમાં લાભ, સંતાનથી સુખ…, કઇ રાશિના જાતક માટે કેવું રહેશે 23 માર્ચનું રાશિ ભવિષ્ય

Exit mobile version