Site icon Time News

શું શુભમન ગિલ અને સંજુ સેમ્સન વચ્ચે કોઈ મતભેદ થયો છે? T20 વર્લ્ડ કપ જીત બાદ ગિલે શેર કરેલી પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે.

ટીમ ઇન્ડિયાના T20 વર્લ્ડ કપ જીત બાદની એક તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. ફેન્સે નોંધ્યું કે તેમાં વિકેટકીપર બેટર સંજુ સેમ્સન દેખાતા નથી. ત્યારબાદ કેટલાક યુઝર્સે દાવો કર્યો કે ફોટો એડિટ કરીને સંજુ સેમસનને તેમાંમાંથી હટાવવામાં આવ્યા છે.

8 માર્ચ 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC Men’s T20 World Cup ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને 96 રને હરાવીને ખિતાબ જીત્યો હતો. જીત બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મેદાનમાં જોરદાર સેલિબ્રેશન કર્યું હતું, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા.

આ વચ્ચે ગિલ દ્વારા શેર કરાયેલી એક ગ્રુપ ફોટો ચર્ચાનો વિષય બની. કેટલાક ફેન્સે ધ્યાન દોર્યું કે તે તસવીરમાં સંજુ સેમસન નથી, જ્યારે તેઓ સેલિબ્રેશન દરમિયાન હાજર હતા. આ કારણે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો કે ફોટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હાલમાં આ મુદ્દે શુભમન ગિલ અથવા ટીમ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી આ મામલો હજુ સુધી ફેન્સની ચર્ચા અને અટકળો સુધી જ સીમિત રહ્યો છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: રાજ્યમાં LPG ગેસની અછત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

Exit mobile version