
ઈરાને યુએઈ (UAE)ના દુબઈમાં સ્થિત અમેરિકી મિલિટરી બેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, ઈરાને શાહેદ-136 (Shahed-136) ડ્રોન વડે દુબઈની એ ઇમારતને નિશાન બનાવી છે જ્યાં અમેરિકી સૈન્ય અધિકારીઓ હાજર હતા.
આ પહેલા ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી દૂતાવાસ પર પણ ડ્રોન હુમલો કર્યો હતો, જેના પછી ત્યાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા હતા. જોકે, અહેવાલો અનુસાર હુમલા સમયે દૂતાવાસ ખાલી હતું.
કતારના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે હુમલા શરૂ થયા પછી દેશ પર છોડવામાં આવેલા મોટાભાગના ઈરાની પ્રોજેક્ટાઈલ્સને તેમણે અટકાવી દીધા છે. જેમાં 3 ક્રૂઝ મિસાઈલ, 101 માંથી 98 બેલિસ્ટિક મિસાઈલ, 39 માંથી 24 ડ્રોન અને બંને SU-24 ફાઈટર જેટ સામેલ છે.
સાઉદી અરેબિયાએ જાહેર કર્યું નિવેદન
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે પણ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ જણાવ્યું હતું કે, “રિયાધ અને અલ-ખાર્જ શહેરો પાસે 8 ડ્રોનને આંતરીને તેનો નાશ કરવામાં આવ્યો છે.”
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મંગળવારે વહેલી સવારે ઈરાની ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલમાં સ્થિત યુએસ (US) એમ્બેસીમાં આગ લાગી ગઈ હતી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: GIFA 2025 – 10મું વર્ષ ભવ્ય સફળતા સાથે પૂર્ણ
