
IPL 2027ને લઈને બીસીસીઆઈ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દેશના મોટાભાગના પ્રદેશોમાં પડતી ભીષણ ગરમીથી બચવા માટે લીગનું આયોજન આગામી વર્ષથી 10 માર્ચથી લઈને 16 મે સુધી આયોજિત કરવા પર વિચાર કરી રહી છે. બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ આ જાણકારી આપી છે. જો કે તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યસ્ત કાર્યક્રમને જોતા મેચની સંખ્યા 74 જ રહેશે તેમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
IPL સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થાય છે અને મેના અંત સુધી ચાલે છે. સૈકિયાએ કહ્યું કે, આઈપીએલને જલ્દી શરૂ કરવાથી ખેલાડી જ નહીં દર્શકોને પણ ફાયદો થશે. તેઓએ કહ્યું કે, આ વર્ષે આઈપીએલ 29 (28) માર્ચે શરૂ થશે અને 31 મે સુધી ચાલશે. અમે તેના પર ચર્ચા કરી રહ્યાં છીએ કે 15 મે પછી ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં વરસાદ કે ચોમાસા પહેલા હવામાન વિલન બને એવો ડર રહેતો હોય છે.
સૈકિયાએ કહ્યું, આ ઉપરાંત ત્યાં સુધીમાં હવામાન ઘણું ગરમ થઈ જાય છે જે ન તો ખેલાડીઓ માટે કે ન તો દર્શકો માટે અનુકૂળ છે. બોર્ડના સચિવને કહ્યું કે મેના અંતિમ પખવાડિયામાં વધતા તાપમાનથી બચવા માટે ટુર્નામેન્ટને બે અઠવાડિયા પહેલા શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેઓએ કહ્યું, બીસીસીઆઈ સાથે સાથે અમારી આઈપીએલ સંચાલન પરિષદમાં પણ તેના પર ચર્ચા ચાલી રહી છે કે, અમે ટુર્નામેન્ટને માર્ચ એન્ડિંગની જગ્યાએ થોડી વહેલી શરૂ કરી શકીએ છીએ.
સૈકિયાએ કહ્યું, “આગામી વર્ષથી અમે આ ટૂર્નામેન્ટ વહેલી શરૂ કરવાનો પ્રયાસ કરીશું. મેં મારા મહાપ્રબંધક (ખેલ વિકાસ) (પૂર્વ ફાસ્ટ બોલર એબી કુરુવિલા)ને સૂચના આપી છે કે તેઓ એવો કાર્યક્રમ તૈયાર કરે, જેથી અમે 10 માર્ચ સુધી ટૂર્નામેન્ટ શરૂ કરી અને 15 મે સુધી પૂર્ણ કરી શકીએ.” સૈકિયાએ જણાવ્યું કે IPL મેચો દરમિયાન ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં ગરમીને લઈને ખેલાડીઓ અને ફેન્સ બંને તરફથી ફરિયાદો મળી છે.
તેમણે કહ્યું, “મને ફેન્સ અને ખેલાડીઓ બંને તરફથી ઘણી ફરિયાદો સાંભળવા મળી છે, કારણ કે તમામ ખેલાડીઓ એટલી ગરમ પરિસ્થિતિમાં રમવા માટે ટેવાયેલા નથી.” સૈકિયાએ ઉમેર્યું, “એટલે જ અમે ટૂર્નામેન્ટ 15 May સુધી પૂર્ણ કરવા માંગીએ છીએ. હવે આ જ અમારું પ્રથમ લક્ષ્ય છે.” સાથે જ સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે મેચોની સંખ્યા વધારવી શક્ય નથી.
મણે કહ્યું, “હાલમાં એ શક્ય નથી, કારણ કે અમારે વિવિધ દેશોમાંથી આવતા ખેલાડીઓ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર વિચાર કરવો પડે છે. ઘણી મુશ્કેલીઓ પછી અમને આ બે મહિના માટે સમય મળ્યો છે.” સૈકિયાએ કહ્યું, “બે મહિના કરતા વધુ સમય વધારવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અન્ય દેશોને પણ દ્વિપક્ષીય મેચો રમવી હોય છે. એટલે આ સમયે મેચોની સંખ્યા 74માંથી વધારીને 94 કરવાની કોઈ ચર્ચા નથી.”તેમણે કહ્યું, “આગામી વર્ષોમાં સ્થિતિ શું હશે એ હું કહી શકીશ નહીં, પણ હાલમાં મને મેચોની સંખ્યા 74માંથી 94 કરવાની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે એ માટે માત્ર ભારત જ નહીં, પણ ICCના અન્ય ક્રિકેટ રમતા દેશો, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝ ખેલાડીઓના હિતો પણ ધ્યાનમાં લેવા પડશે.”
