Site icon Time News

IPL 2025: શું IPL મેચ પહેલાથી જ હોય છે ફિક્સ? કઇ ટીમ ક્યારે જીતશે મેચ? શરૂઆતની ત્રણ મેચની ભવિષ્યવાણી સચોટ સાબિત થઇ

IPL વિશ્વની સૌથી અમીર સ્પોર્ટ્સ લીગમાંથી એક છે જેની નેટવર્થ અરબો રૂપિયામાં છે. દર વર્ષે લાખો-કરોડો લોકો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચ જુવે છે પરંતુ અવાર નવાર એક સવાલ ફેન્સને પરેશાન કરે છે. શું IPLની મેચો ફિક્સ હોય છે? IPL 2025ની ટુર્નામેન્ટ શરૂ થતા જ આ સવાલ ફરી ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે IPL 2025ની શરૂઆતની 22 મેચમાં કઇ ટીમ મેચ જીતશે તેની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ ભવિષ્યવાણી અનુસાર શરૂઆતની ત્રણ મેચની ભવિષ્યવાણી સચોટ સાબિત થઇ છે.

IPL 2025ની પ્રથમ મેચ 22 માર્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ જીતશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આ મેચ RCB 7 વિકેટે જીત્યું હતું.

IPL 2025ની બીજી મેચ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ જીતશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ 44 રને જીત્યું હતું.

23 માર્ચે ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચમાં ચેન્નાઇની જીતનો દાવો કરવામાં આવ્યો હતો. ચેન્નાઇ સુપરકિંગ્સે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી.યૂઝર્સના દાવા અનુસાર કોણ કઇ મેચ જીતશે

તારીખમેચકઇ ટીમ જીતશે મેચસચોટ ભવિષ્યવાણી
22 માર્ચ 2025KKRVsRCBRCBRCB 7 વિકેટે જીત્યું
23 માર્ચ 2025SRHVsRRSRHસનરાઇઝર્સ હૈદરાબાદ 44 રને જીત્યું
23 માર્ચ 2025CSK VS MICSKચેન્નાઇ સુપરકિંગ્સ વિકેટે જીત્યું
24 માર્ચ 2025DCVsLSGLSG 
25 માર્ચ 2025GTVsPBKSGT 
26 માર્ચ 2025RRVsKKRKKR 
27 માર્ચ 2025SRHVsLSGSRH 
28 માર્ચ 2025CSKVSRCBRCB 
29 માર્ચ 2025GTVSMIMI 
30 માર્ચ 2025DCVsSRHDC 
30 માર્ચ 2025RRVsCSKCSK 
31 માર્ચ 2025MIVsKKRMI 
1 એપ્રિલ 2025LSGVsPBKSPBKS 
2 એપ્રિલ 2025RCBVsGTRCB 
3 એપ્રિલ 2025KKRVsSRHKKR 
4 એપ્રિલ 2025LSGVsMIMI 
5 એપ્રિલ 2025CSKVsDCCSK 
6 એપ્રિલ 2025KKRVsLSGLSG 
7 એપ્રિલ 2025MIVsRCBRCB 
8 એપ્રિલ 2025PBKSVsCSKCSK 
9 એપ્રિલ 2025GTVsRRGT 
10 એપ્રિલ 2025RCBVsDCDC 

ચેન્નાઇ અને રાજસ્થાન પર બે વર્ષનો લાગી ચુક્યો છે પ્રતિબંધ

ઇન્ડિયન પ્રીમિયર લીગના સૌથી મોટા વિવાદમાંથી એક ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. CSKના ટોપ મેનેજમેન્ટમાં સામેલ ગુરૂનાથ મય્યપન અને રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા રાજ કુંદ્રાને લઇને તપાસમાં ખબર પડી કે તે સ્પૉટ ફિક્સિંગમાં સામેલ છે. આ ઘટના 2013ની હતી. લોઢા કમિટીની તપાસમાં જ્યારે આ ઘટના સાબિત થઇ તો આ બન્ને ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. CSK અને રાજસ્થાન રોયલ્સ 2015 અને 201ની સિઝનમાં રમી નહતી.

આ પણ વાંચો,  સરકારે સાંસદોના પગાર અને પેન્શનમાં કર્યો જંગી વધારો, હવે દર મહિને મળશે આટલા રૂપિયા

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version