Site icon Time News

IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી

આઈપીએલ 2026 ના ક્વોલિફાયર-2 માં શુક્રવારે (29 મે) મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે એકતરફી અંદાજમાં 7 વિકેટે જીત મેળવી હતી. ગુજરાતની ટીમ હવે 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026 ની ફાઇનલ મેચ રમશે.

ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે શાનદાર 104 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. તેની સાથે જ સાઈ સુદર્શને પણ 58 રનનું યોગદાન આપ્યું હતું. શુક્રવારે રમાયેલી આ મેચમાં રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીના 96 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રનનો સ્કોર ખડો કર્યો હતો.શુભમન ગિલે ગુજરાત ટાઈટન્સ માટે IPLની સૌથી ઝડપી સદી ફટકારી દીધી છે. તેણે આ સિદ્ધિ રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર 2 મેચમાં હાંસલ કરી હતી. ગિલે રાજસ્થાન સામે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સદી પૂરી કરવા સુધીમાં ગિલે આ ઐતિહાસિક ઇનિંગમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલના IPL કરિયરની આ કુલ પાંચમી સદી છે.

વૈભવ 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યો

IPLના 19 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીએ એક જ સીઝનમાં વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ જેટલા રેકોર્ડ તોડ્યા નથી. જ્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલાથી જ એક જ સીઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, ત્યારે તેણે હવે IPLમાં એક જ સીઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બનીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે એક જ સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર માત્ર પાંચમો ભારતીય ખેલાડી છે. વિરાટ કોહલીએ આ સિદ્ધિ બે વાર હાંસલ કરી છે, જ્યારે સાઈ સુદર્શન, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે એક-એક વાર આ સિદ્ધિ મેળવી છે.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.     

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન:  સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

Exit mobile version