Site icon Time News

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા 50 ફિક્સ પોઈન્ટ્સ પર પોલીસનું સઘન નાકાબંધી અને ચેકિંગ ઓપરેશન

અમદાવાદમાં ક્રાઈમ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા એક વિશાળ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. શહેરના તમામ 49 પોલીસ સ્ટેશન વિસ્તારો, 8 ઝોન, ક્રાઈમ બ્રાંચ અને પીસીબી (PCB) દ્વારા સંયુક્ત રીતે 150થી વધુ મહત્વના સ્થળોમાંથી 50 ફિક્સ પોઈન્ટ્સ પર દરરોજ મોડી રાત્રે નાકાબંધી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

દરેક પોઈન્ટ પર 20થી 25 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરાઈ રહ્યું છે, જેથી નશાની હાલતમાં વાહન ચલાવતા કે પદાર્થોની હેરાફેરી કરતા તત્વો તેમજ ઓવરસ્પીડિંગ અને રેસિંગ કરતા વાહનચાલકો પર કાનૂની શિકંજો કસી શકાય. ખાસ કરીને બહેરામપુરા અને સરખેજ જેવા હોટસ્પોટ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચની વિશેષ ટીમો દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ જણાય તો ડર્યા વગર ‘112’ નંબર પર સંપર્ક કરો, જ્યાં માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

Exit mobile version