
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવમાં યુએસએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોથી બનેં દેશો વચ્ચે યુદ્ધ વિરામ/સિઝફાયર થયું છે. આ બાબતે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટ કરીને કહ્યું હતું કે વેપારનીતિનો ઉપયોગ કરીને અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા અથડામણને અટકાવી શક્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત એપ્રિલ મહિનામાં ટ્રમ્પ સરકાર દ્વારા વધારાનો ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરાઇ હતી. ત્યારે આ વચ્ચે ભારતે અમેરિકા સામે એક મોટું એક્શન લીધું છે.
ભારતે ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર વધારેલા ટેરિફના વિરોધમાં WTOનો સંપર્ક કર્યો છે. WTO એ આપેલ નિવેદનમાં જણાવ્યુંહ તું કે 9 મે 2025 ના રોજ મળેલ અને તારીખ મુજબનો આ પ્રસ્તાવ ભારતના પ્રતિનિધિમંડળની વિનંતી પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.WTO ના એક નિવેદન અનુસાર સુરક્ષા પગલાં ભારતથી અમેરિકામાં $7.6 બિલિયનના સંબંધિત ઉત્પાદનોની આયાતને અસર કરશે. જેનાથી ડ્યુટી વસૂલાત $1.91 બિલિયન સુધી પહોંચશે .
ભારત દ્વારા છૂટછાટોના પ્રસ્તાવિત સ્થગિતીકરણના પરિણામે અમેરિકામાં ઉદ્ભવતા ઉત્પાદનોમાંથી સમાન રકમની ડ્યુટી વસૂલવામાં આવશે. ભારતનું માનવું છે કે અમેરિકા દ્વારા લેવામાં આવેલા પગલાં GATT (વેપાર અને ટેરિફ પર સામાન્ય કરાર) 1994 અને AoS ( સુરક્ષા કરાર ) સાથે સુસંગત નથી. તેમણે ઉમેર્યું હતું કે “ભારત એવી છૂટછાટો અથવા અન્ય જવાબદારીઓને સ્થગિત કરવાનો અધિકાર અનામત રાખે છે જે ભારતના વેપાર પર આ પગલાંની પ્રતિકૂળ અસરો જેટલી જ હોય” “કન્સેશન અથવા અન્ય જવાબદારીઓનું પ્રસ્તાવિત સસ્પેન્શન યુએસમાં ઉદ્ભવતા પસંદગીના ઉત્પાદનો પર ટેરિફમાં વધારાનું સ્વરૂપ લે છે”
આ પણ વાંચો, PM Modi ઓચિંતા આદમપુર એરબેઝ પહોંચ્યા, વાયુસેનાના જવાનો સાથે કરી મુલાકાત
