Site icon Time News

રશિયન ઓઈલની ખરીદી પર છૂટ આપવાના અમેરિકાના દાવા પર ભારતે કર્યો જોરદાર પલટવાર!

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 28મી ફેબ્રુઆરીથી યુદ્ધ ફાટી નીકળ્યું છે. જેમાં અમેરિકાએ પણ ઝંપ લાવેલું છે. હવે આ સ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઈલ અને ગેસ પર મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. જેને લઈને અમેરિકાએ એવું કહી દીધુ કે ભારત 30 દિવસ સુધી રશિયન ઓઈલ ખરીદી શકે. અમેરિકાના આ દાવાના બાદ ભારતમાં વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો હતો. અત્રે જણાવવાનું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના કારણે ભારે તણાવભર્યો માહોલ છે. દુનિયાભરમાં ઓઈલના ભાવમાં તેજી આવી છે. ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જહાજો ન જવા દેવાની ધમકીના પગલે ક્રૂડ ઓઈલ પર અસર પડી છે. ત્યારે સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે તે ખાસ જાણો.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો મુજબ સરકારનું કહેવું છે કે ભારત જ્યાંથી તેને સસ્તા ભાવે ઓઈલ મળશે ત્યાંથી ખરીદશે. ભારત સરકારના નિવેદનમાં જો કે અમેરિકાનો ઉલ્લેખ નથી પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે ટાર્ગેટ પર તે છે. શનિવારે 7 માર્ચના રોજ ભારત સરકાર તરફથી પીઆઈબીએ પોતાના ઓફિશિયલ હેન્ડલ પર પોસ્ટ શેર કરી. પોસ્ટમાં એક વીડિયો શેર કરાયો છે જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે “#HormuzRoute પર વધતા તણાવ છતાં ભારતનો એનર્જી સપ્લાય સુરક્ષિત અને સ્થિર છે. ભારતના ક્રૂડ ઓઈલના સોર્સ 27થી વધીને 40 થયા છે. જેનાથી ઓઈલ માટે અનેક બીજા સપ્લાય રૂટ પાક્કા થયા છે. દેશના હિતમાં ભારત જ્યાંથી સૌથી સસ્તા અને સારા રેટ મળે ત્યાંથી ઓઈલ ખરીદે છે. એડવાન્સ રિફાઈનરી કેપેસિટીથી અલગ અલગ ગ્રેડના ક્રૂડ ઓઈલને પ્રોસેસ કરવું સરળ હોય છે. આવામાં કોઈ પણ અડચણ વગર સપ્લાય ચાલુ રહે છે.

અત્રે જણાવવાનું કે રિપોર્ટ્સ મુજબ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે શુક્રવારે 6 માર્ચના રોજ કહ્યું હતું કે ભારતને 30 દિવસ રશિયન ઓઈલ ખરીદવાની છૂટ એટલા માટે મળેલી છે કે કારણ કે વૈશ્વિક બજારમાં ઓઈલ આવતું રહે. બેસેન્ટે ભાર પૂર્વક કહ્યું હતું કે અમેરિકા તરફથી આ નિર્ણય જાણી જોઈને લેવાયો છે. બેસેન્ટે કહ્યું કે આ છૂટથી રશિયાની સરકારને કઈક વધુ નાણાકીય ફાયદો નહીં થાય.

બેસેન્ટે પોતાના નિવેદનમાં ભારતને અમેરિકાનો એક જરૂરી પાર્ટનર પણ ગણાવ્યો. આ સાથે એવો પણ સંકેત આપ્યો કે ભારત અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં ઓઈલનો વેપાર કરશે. આ સાથે જ ગ્લોબલ માર્કેટમાં ઓઈલનો ફ્લો ચાલુ રાખવા માટે અમેરિકા તરફથી ભારતીય રિફાઈનરોને રશિયન ઓઈલની ખરીદીની મંજૂરી માટે 30 દિવસ છૂટ આપવાની પણ વાત કરી.અત્રે જણાવવાનું કે અમેરિકાએ ફેબ્રુઆરીમાં એક વચગાળાની ટ્રેડ ડીલ હેઠળ રશિયન ઓઈલને મુદ્દો બનાવીને જે 25 ટકા દંડાત્મક ટેરીફ લગાવ્યો હતો તે હટાવ્યો હતો. જેને રશિયન ઓઈલની ખરીદી બંધ કરવાના કમિટમેન્ટ તરીકે ગણાવ્યું હતું.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:અમદાવાદ સહિતની મનપામાં વહીવટદારોની નિમણૂંક, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી

Exit mobile version